।। શ્રી વિમલનાથ દાદાય નમઃ ।।
।। ૧૦૦૮ કુળદેવીશ્રી દેમત માતાય નમઃ ।।
HomeContact UsAdvt. with Us 
 • History
  • History of Bhutdoshi Parivar
  • History of Demat Mataji
  • Matajinu Pragatikaran
  • History of Kungher
 • Gotraj Vidhi
 • Directory
  • Members Directory
  • Telephone Directory
  • Membership Form
 • Trust & Groups
  • Kungher Jain Sangh
 • News & Events
 • collection
  • Precious Jewells of Bhutdoshi
  • Photo Gallery
   • Kungher Temple
   • Other Place of Interest
   • Event Photographs
  • Bhav Geet
  • Jainism
  • Patan at Glance
  • Gujarat at Glance

  શ્રી દેમત માતાજીનો ઇતિહાસ
ગઢસિવાણામાં ભૂતદોશીના વંશમાં ખૂબજ ધર્મપરાયણ એવા સુવ્રત શેઠ થયા, તેઓ સિધ્ધ ભગવંતના સાધક, અરિહંત ભગવંતના આરાધક અને આચાર્ય ભગવંતના આજ્ઞાપાલક હતા. તેમને ધર્મકાર્યમાં સદાય સાથ આપનાર રૂકમણીદેવી નામનાં ધર્મપત્ની હતા. તેઓ બંન્ને જણા તીથીએ પૌષધ કરતા. સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરતા. જોગ હોયતો તેમને વહોરાવીને પછી જમતા. દહેરાસરે પૂજા કરવા જાય ત્યારે યાચકો ટોળે વળતા અને શેઠ શેઠાણી યાચકોને દાન આપી જૈન ધર્મની પ્રભાવના કરતા કરતા અરિહંત પ્રભુની પુજા કરવા જતા. આવા ધર્મપરાયણ દંપતીને ત્યાં એક શુભ દિવસે સુંદર બાલિકાનો જન્મ થયો. બાલિકાની મુખાકૃતિ તેજસ્વી હતી. આખો દિવસ બાલિકા હસતી રહેતી હતી અને બાલિકાનો જન્મ થયા પછી તો શેઠ શેઠાણીને વધુ ને વધુ ધર્મ કરવાની ઇચ્છા થવા લાગી. દુઃખી લોકોના દુઃખ દૂર કરવાની મત (બુદ્ધિ) જાગવા લાગી અને આમ ધર્મ કાર્યો કરવાની મત જાગવાથી શેઠ શેઠાણીએ દિકરીનું નામ દે-મત રાખ્યુ. તુ સદાય મને સારી મત આપ. આમ બાલિકાનું નામ પણ બિલકુલ સાર્થક હતું.

આ દેમત, માતા પિતાના લાડકોડથી ઉછરીને મોટી થવા લાગી. દેમત દુશ્મનોને પણ વહાલી લાગે તેવી રૂપાળી અને સંસ્કારી હતી. માતા પિતાના સંસ્કારો દેમતમાં સવાયા થઇને ઉતર્યા હતા. નાનકડી બાલિકા જ્યારે આદિનાથ દાદાના દહેરાસરે પૂજા કરતી, એકાગ્ર બનીને આંગી કરતી, રૂપાની ઘંટડીના રણકાર જેવા મધુર સ્વરે સ્તવન ગાતી ત્યારે સૌ તેને મુગ્ધ બનીને જોઇ રહેતા અને આમને આમ લાડકોડ અને ધર્માભિમુખ જીવન જીવતાં જીવતાં દેમતે બારમા વરસમાં પ્રવેશ કર્યો... અને આવી દુશ્મનોને પણ વહાલી લાગે તેવી દેમત બાલિકા ફક્ત બાર વરસની ઉંમરમાંજ સતી થઇ... (કયા કારણથી દેમતમાતા સતી થયા ? કેવી રીતે થયા ? તે બાબત માતાજીએ કશુંજ ફરમાવેલ નથી અને આપણી પાસે અન્ય આધારભૂત ઈતિહાસ પણ નથી.)

પણ બાર વરસની કુંવારિકા એવા દેમત અચાનક સતી થતાં માતા પિતાનાં શોક્નો પાર ન રહ્યો. તેઓ વારંવાર દેમતને યાદ કરી કરીને દુઃખી થતા હતા.

તેવામાં એક શુભ દિવસે દેમતમાતાએ સ્વપ્નમાં આવીને ફરમાવ્યુંકે "હે મારા ઉપકારી માતા પિતા તમો મારો વ્યર્થ શોક ન કરો. હું નમસ્કાર મહામંત્રના પ્રભાવે દેવગતીમાં ઉપજી છું. જ્યાં સુધી તમારા વંશ-વારસો મને માનશે-પૂજશે ત્યાં લગી હું તમારા કુળનું રક્ષણ કરીશ. આપણા કુળના સંતાનોના દુઃખ હરવા હું સદૈવ તત્પર રહીશ."

વળી માતાજીએ આગળ ફરમાવ્યુંકે "મારી માતા તથા તમો આખો દિવસ મારી પૂર્વ જન્મની વસ્તુઓ જોઇ જોઇને ઝૂરો છો તે યોગ્ય નથી. તમો આ ગામ છોડી દો. આ ગામથી દક્ષિણ દીશામાં આવેલા કુંજઘેર ગામે જાઓ. ભવિષ્યમાં એ ભૂમિ ગુર્જર દેશની રાજધાની બનશે. ગુર્જર દેશ તથા જૈન ધર્મનાં ઈતિહાસમાં એનો ઉલ્લેખ સોનાની શાહીથી થશે. તમો ત્યાં જાઓ, તમારા કુટુંબની જાહોજલાલી વધશે અને આટલું કહી દેમત માતાજી અંતર્ધાન થઇ ગયાં."
સુવ્રત દોશીનું કુણધેરમાં આગમન
કુણઘેરમા સૌ સુખેથી દિવસો પસાર કરતા હતા, અચાનક કાળની થપાટ પડી, ભયંકર ધરતીકંપ થયો. આકાશને આંબતી ઇમારતો, ઉપાશ્રયો, જીનમંદિરો, પાઠશાળાઓ, પૌષધશાળાઓ, ધર્મશાળાઓ જમીનદોસ્ત થઇ ગયા.

મા દેમત, જે આદિનાથ દાદાના દહેરાસરમાં બિરાજમાન હતા તે જીનાલય આખું જમીનમાં ઉતરી ગયું. કુણઘેર એક નગર મટી માત્ર નાનકડુ ગામ બની ગયું. ધંધા વ્યાપાર પડી ભાંગ્યા, જાનમાલની ખુવારી થઇ, બચ્યા તે રોજગારની શોધમાં કુણઘેર છોડવા લાગ્યા. તેમાં કેટલાક ભૂતદોશી પરિવારો પણ સ્થળાંતર કરીને કુણઘેરની ઉત્તરમાં આવેલા થીરપુર નગરમાં જઇને વસી ગયા, થીરપુર નગર સિંધ-રાજસ્થાન ને અડીને આવેલું ઉત્તર ગુજરાતનું એક મહત્વપુર્ણ શહેર હતું.

આ બાજુ ધરતીકંપથી કૂવા-વાવ-તળાવ નષ્ટ થવાથી બાકી રહેલા પરિવારોને તકલીફ પડવા લાગી. આ સમયે કુણઘેરમાં મોતીશા કરીને ભૂતદોશી શ્રેષ્ઠી વસ્તા હતા, માતાજીના પરમ ભક્ત હતા. જે લક્ષ્મી કુણઘેરમાં કમાયા હતા તેજ લક્ષ્મીને કુણઘેરના પુનઃનિર્માણમાં શેઠ ઉદાર હાથે વાપરવા લાગ્યા. શેઠે ગામ લોકોને પડતી પાણીની હાલાકી જોઇ વિશાળ કૂવાનુ સર્જન કરાવ્યું. કૂવાની અંદર છેક સુધી ઉતરીને પાણી ભરી શકાય તે માટે પગથીયા પણ બંધાવ્યા અને કૂવાની અંદર ગોખનું નિર્માણ કરી આરાધ્ય દેવી દેમત માતાજીની સ્થાપના કરી.

મોતીશા શેઠ અને અન્ય ભૂતદોશી પરિવારો માટે તો આ કૂવો માતાજી બિરજીત હોવાના કારણે અત્યંત પૂજનીય બની ગયો. બહારગામ ગયેલા ભૂતદોશી પરિવારો અવારનવાર કુણઘેર આવી માતાજીના દર્શન કરતા, ગોત્રજ જારતા. વર્ષો વિતતા ગયા, મોતીશા શેઠ પણ સદકાર્યોની સુવાસ ફેલાવી સ્વર્ગે સિધાવ્યા.

રાજકીય ઉથલપાથલ થવા લાગી. મુસલમાનોના આક્રમણ શરૂ થયા. હિંદુ રાજાઓ હારવા લાગ્યા. મુસ્લીમ રાજ્યો સ્થપાતા ગયા. નબળા હિંદુ રાજ્યો પ્રજાને સલામતી આપવામાં નિષ્ફળ રહ્યાં. એની સીધી અસર પ્રજાનાં વ્યવહાર અને વ્યાપાર ઉપર પડી. ધંધા-રોજગાર તૂટી પડ્યા અને આપણાં કુળદેવી શ્રી દેમત માતાજીના દર્શન કરવા ભાવીકો પણ ભાગ્યેજ આવતા. માતાજી ભૂલાવા લાગ્યા, કુણઘેર આવતા ભૂતદોશી પરિવારો બંધ થઇ ગયા.

માતાજી બિરાજમાન હતા તે કૂવા ઉપર પણ સમયની અસર થઇ, વર્ષો વીતવાની સાથે કૂવો તૂટવા લાગ્યો. અંદર કબૂતરોએ વાસ કરી કૂવામાં ગાબડા પાડી દીધાં. આજુબાજુ અવરજવર ઓછી થવા લાગી. ગામલોકો માનવા લાગ્યા કે કૂવામાં ભૂત-પ્રેત વસે છે, ગામલોકો ડરીને કૂવાથી દૂર રહેવા લાગ્યા. આમ ને આમ વર્ષોનાં વર્ષો વિતતા ગયા. સંવંત ૨૦૨૪ ની સાલ આવી. કૂવો ઉંડા ખાડામાં ફેરવાઇ ગયો હતો. એમાં કોઇ ઢોર-ઢાંખર પડશે તે બીકે કુણઘેરના ત્યારના સરપંચશ્રી પ્રેમચંદભાઇએ કૂવો ગામલોકોના હિતાર્થે પૂરાવી નાંખ્યો.
અને આપણા દીર્ઘ ઈતિહાસ પર ધૂળ છવાઇ ગઇ...
લીગલ મેંન્શન  |  ફીડબેક માતુશ્રી ચંપાબહેન મણીલાલ ત્રીભોવનદાસ શાહ ને અર્પણ કોપીરાઈટ © ૨૦૦૯ સેતુ સોફ્ટ
Best viewed in IE 6+ 1024 x 768