।। શ્રી વિમલનાથ દાદાય નમઃ ।।
।। ૧૦૦૮ કુળદેવીશ્રી દેમત માતાય નમઃ ।।
HomeContact UsAdvt. with Us 
 • History
  • History of Bhutdoshi Parivar
  • History of Demat Mataji
  • Matajinu Pragatikaran
  • History of Kungher
 • Gotraj Vidhi
 • Directory
  • Members Directory
  • Telephone Directory
  • Membership Form
 • Trust & Groups
  • Kungher Jain Sangh
 • News & Events
 • collection
  • Precious Jewells of Bhutdoshi
  • Photo Gallery
   • Kungher Temple
   • Other Place of Interest
   • Event Photographs
  • Bhav Geet
  • Jainism
  • Patan at Glance
  • Gujarat at Glance

  કુણઘેરનો ઈતિહાસ
ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના પાટણથી ફક્ત ૭ કી.મી. ના અંતરે પાટણ-હારીજ રોડ પર આવેલું છે. પહેલાં કુણઘેર એક વિશાળ નગરી હતી એ સમયે દેમત માડીની આજ્ઞા અનુસાર સુવ્રત શેઠ ગઢસિવાંણાથી કુણઘેર આવ્યા હતા. કુણઘેરમાં ઘણાજ દહેરાસર, ઉપાશ્રય, પૌષધશાળા, આંબિલશાળા, પાઠશાળા તથા ધર્મશાળા વિ. હતા. કુદરતના કોપથી કુણઘેર નગરી ધરતીકંપનો ભોગ બની. નગરી મટી એક ગામ બની ગયું. આજેય કુણઘેર ગામમાં દહેરાસરો વિ. દટાયેલા પડ્યા છે. જ્યારે તેનો સમય આવશે ત્યારે જરૂર નીકળશે. આજ હકિકત બતાવે છે કે કુણઘેર કેવી પવિત્ર અને પ્રાચીન નગરી છે!!!

આજે કુણઘેરમાં આવેલ શ્રી શાંતીનાથ ભગવાનના જીનાલયની પાટણના ૧૦૮ દહેરાસરમાં ગણત્રી થાય છે. એજ બતાવે છે કે એક સમયે કુણઘેર પાટણનોજ ભાગ હશે. આ દહેરાસર પ્રાચીન છે. શ્રાવણ સુદી છઠના દિવસે શ્રી શાંતીનાથ ભગવાનની વર્ષગાંઠ આવે છે. આ દિવસે કુણઘેરના બહાર વસતા તમામ ભાઇઓ કુણઘેરમાં એકઠા થઇ સુંદર ઉજવણી કરે છે.

આ પ્રાચીન કુણઘેર ગામમાં શ્રી ગોડી પાર્શ્વનાથના મહાન ચમત્કારિક પગલાનું ઐતિહાસિક દહેરાસર આવેલ છે. જે કુણઘેરને શોભારૂપ છે.

આ મહાન નગરીમાં અકબર પ્રતિબોધક, જગદગુરૂ આચાર્યદેવ શ્રીમદ વિજયહિરસુરીશ્વરજી મહારાજ સાહેબે ૫૦૦ સાધુ સાધ્વી સંગાથે ચોમાસુ કરેલ છે. આજે કુણઘેર ગામની વસ્તી ૮૦૦૦ થી વધુ છે. સૌને શ્રી દેમત માતાજી પર અનન્ય શ્રધ્ધા છે.

આજના કુણઘેરમાં હાઇસ્કુલ, કુમારશાળા, કન્યાશાળા, બાલમંદિર, પુસ્તકાલય, સાર્વજનિક દવાખાનું, પ્રસૃતિગૃહ, પશુ દવાખાનું, શ્રી મા દેમત પાણીની ટાંકી, પાણીની પરબ, પંચાયત ઘર, દૂધસાગર ડેરી, સેવા સહકારી મંડળી, ટેલીફોન એક્ષચેન્જ, એસ.ટી. સ્ટેન્ડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, આઉટ પોસ્ટ, પોલીસ ચોકી, તારઘર જેવી અનેક સંસ્થાઓ આવેલી છે.

કુણઘેર મંદિરોની નગરી પણ છે. અહિંયા શ્રી શાંતીનાથ ભગવાન અને ગોડી પાર્શ્વનાથ પગલાં મંદિર ઉપરાંત શ્રી બહુચરા માતાજીનું મંદિર, શ્રી ચુડેલ માતાજીનું મંદિર, શ્રી કાળકા માતાજીનું મંદિર, શ્રી ફુલબાઇમાનું મંદિર, શ્રી નાગબાઇમાનું મંદિર, શ્રી સધીમાતાનું મંદિર, શ્રી રામાપીરનું મંદિર, શ્રી હનુમાનજીનું મંદિર વિ... અને આ સર્વ મંદિરોમાં શોભારૂપ આપણાં કુળદેવી શ્રી દેમત માતાજીનું મંદિર... કેવું નિસર્ગમય વાતાવરણ! તીખા પાનનો પીપળો છત્ર થઇને માડીના મંદિર પર ઉભો છે. બાજુમાં ઘેઘુર વડલો, સુંદર મજાની તળાવની પાળ, સરસ મજાની ધર્મશાળા, બસ જાણે માડીના દર્શન કર્યાજ કરીએ... કર્યાજ કરીએ...

શ્રી દેમતમાતાએ શ્રી જાસૂદબેનના હ્રદયમાં વાસ કરીને ફરમાવ્યુંછે કે કુણઘેરમાં કુલ ૬૪ દેવીઓનો વાસ છે... જે કુણઘેરમાં મારા-તમારા-સૌનાં કલ્યાણ રૂપ મા દેમત બિરાજે છે તે કુણઘેરને કોટી કોટી વંદન...
લીગલ મેંન્શન  |  ફીડબેક માતુશ્રી ચંપાબહેન મણીલાલ ત્રીભોવનદાસ શાહ ને અર્પણ કોપીરાઈટ © ૨૦૦૯ સેતુ સોફ્ટ
Best viewed in IE 6+ 1024 x 768