।। શ્રી વિમલનાથ દાદાય નમઃ ।।
।। ૧૦૦૮ કુળદેવીશ્રી દેમત માતાય નમઃ ।।

  વડલા સમ વડીલ માતા-પિતા
તુભ્યં તવ સમર્પયામિ...
હે પ્રાતઃ સ્મરણી પૂજ્ય પિતાશ્રી...
સાબરમતી નદીના તીરે આવેલા ઇડર તાલુકાના રળીયામણા ગામ ફલાસણને આપે કર્મભૂમી બનાવી. જીવનમાં આપે ઘણી લીલી સૂકી જોઇ અને ટાંચા સાધનો વચ્ચે સ્વમાનભેર જીવન કેમ વિતાવવું તેનું અમોને જ્ઞાન આપ્યું. આપ અમારા સંસ્કારમય જીવનના શિલ્પી છો. અમારા હ્વદય-ધબકાર તેમજ નસેનસમાં આપના પ્રત્યેનો અનુરાગ વહે છે.
વંદનીય માતુશ્રી...
જનની-જન્મભૂમિ તથા જનની-જન્મદાત્રી માતા બંન્નેના પલ્લા સમતોલ છે. પૃથ્વી અને માતાના પેટાળમાં સામર્થ્ય, સહનશીલતા તથા વાત્સલ્યના ભંડાર ભર્યા છે માટે લોકવાણીમાં ધારિણીનાં શુભ નામે બંન્નેનો ઉલ્લેખ થાય છે.
આપે ધર્મપરાયણતા, જીવદયા પ્રતિપાલન સાથે ભાંડરડાઓમાં સંપ, એકતા અને સંગઠનના ગુણરત્નોનું સિંચન કર્યું છે.
માત! તારો ઉપકાર જગમાં અજોડ સદા ગણાય છે.
સો શિક્ષકોનું કામ એકજ માવલડીથી થાય છે.
સંસ્કારતણું સિંચન સદા વાત્સલ્યભાવે થાય છે.
જીવનતણું ઘડતર સહુનું જનેતાથી થાય છે...
- લિ. આપના બાળકો

     ભૂતદોશી પરિવાર નો ઇતિહાસ »
માતુશ્રી ચંપાબહેન મણીલાલ ત્રીભોવનદાસ શાહ ને અર્પણ